Sunday, 31 July 2011

रामशलाका: बस एक क्लिक पर मिलेगा हर बात का जवाब...

सभी के जीवन में कई ऐसे प्रश्न हैं जिनके जवाब हम जानना चाहते हैं। ये प्रश्न धन संबंधी हो सकते हैं या परिवार से जुड़े हुए या अन्य कोई परेशानी। किसी भी कार्य को शुरू करने से पहले उसकी सफलता मिलेगी या नहीं, यह सभी सोचते हैं। ऐसे ही सभी प्रकार के प्रश्नों के उत्तर खोजने के लिए एक माध्यम बहुप्रचलित है। यह माध्यम है रामशलाका प्रश्नावली।

गोस्वामी तुलसीदास द्वारा रचित श्रीरामचरितमानस में रामशलाका प्रश्नावली दी गई है। इससे हमारी सभी जिज्ञासाएं शांत हो जाती हैं। इस प्रश्नावली को उपयोग करने का एक विशेष तरीका है। रामशलाका से अपने प्रश्नों के उत्तर प्राप्त करने के लिए सबसे पहले भगवान श्रीराम का ध्यान करें और प्रभु पर पूरा विश्वास करके अपने प्रश्न का विचार करें। अब रामशलाका प्रश्नावली पर अपने अंगुली या कोई पेन घुमाएं। इसके लिए आप यहां दी गई रामशलाका का प्रिंट निकाल सकते हैं या माउस के कर्शर पॉइंट को प्रश्नावली पर घुमाएं। इस दौरान अपनी आंखें बंद रखें और भगवान श्रीराम के नाम का जप करते रहें। कुछ समय बाद हाथ रोक लें। अब जिस शब्द पर आपकी अंगुली या पेन या कर्शर है उस शब्द को एक अन्य कागज पर लिख लें। इसके प्रश्नावली के उस शब्द से आगे नौवां शब्द फिर से लिखें। इसी प्रकार हर बार नौवें शब्द को दूसरे कागज पर लिखते जाएं। ऐसा तब तक करते रहें जब तक पूरी प्रश्नावली का एक राउंड न हो जाएं।

रामशलाका प्रश्नावली का एक राउंट पूरा होने के बाद दूसरे कागज पर लिखे सभी शब्दों को ध्यान से पढ़ें। इन शब्दों से यहां नीचे दिए गए कुछ चौपाइयों में से किसी एक की लाइन या शब्द बनेगा। यह चौपाई ही आपके प्रश्न का उत्तर है। ध्यान रहे एक बॉक्स में एक या दो शब्द लिखे हुए हैं, कहीं-कहीं केवल मात्राएं लिखी गई हैं अत: एक बॉक्स में लिखे शब्दों को एक ही जानिए।

उदाहरण के लिए यदि किसी व्यक्ति की अंगुली प्रश्नावली में एक बॉक्स में बने इस चिन्ह * वाले अक्षर पर रुकती है तो यहां (म) लिखा हुआ है। इस बॉक्स से अब नौ-नौ नंबर के बॉक्स में लिखे अक्षरों को दूसरे कागज पर लिखेंगे तो यह चौपाई बन जाएगी-

हो इ हि सो इ जो रा म र चि रा खा।

को क रि त र्क ब ढ़ा वै सा खा।

इस चौपाई रामचरितमानस के बालकांड में शिवजी और पार्वतीजी के बीच संवाद में आई है। इसका अर्थ यह है कि सोचे गए कार्य में संदेह है अत: इसे भगवान पर छोड़ देना चाहिए।

इस चौपाई के अतिरिक्त श्रीरामशलाका से आठ चौपाइयां और बनती हैं जो इस प्रकार है-

1. सुनु सिय सत्य असीस हमारी।

पूजिहि मन कामना तुम्हारी।।

उत्तर- यह चौपाई बालकांड में सीता द्वारा मां गौरी के पूजन प्रसंग की है। माता गौरी ने सीता को आशीर्वाद दिया है। इस चौपाई के बनने का अर्थ है कि प्रश्न करने वाले व्यक्ति का कार्य अवश्य ही पूरा होगा।

2. प्रबिसि नगर कीजे सब काजा।

हृदयँ राखि कोसलपुर राजा।।

उत्तर- यह चौपाई सुंदरकांड में हनुमानजी के लंका में प्रवेश करने के समय की है। इसका अर्थ है कि भगवान का ध्यान करके, श्रीराम की पूजा करके कार्य आरंभ करें, सफलता मिलेगी।

3. उधरहिं अंत न होई निबाहू।

कालनेमि जिमि रावन राहू।।

उत्तर- यह चौपाई बालकांड के प्रारंभ में सत्संग वर्णन के प्रसंग की है। इसका अर्थ है कि इस कार्य में सफलता प्राप्त होने में संदेह है, कुछ बुरा हो सकता है।

4. बिधि बस सुजन कुसंगत परही।

फनि मनि सम निज गुन अनुसरहीं।।

उत्तर- यह चौपाई बालकांड के प्रारंभ में सत्संग वर्णन के प्रसंग की है। इसका अर्थ है कि बुरे लोगों का साथ छोड़ दें, इस कार्य में सफलता प्राप्त होना मुश्किल है।

5. मुद मंगलमय संत समाजू।

जो जग जंगम तीरथराजू।।

उत्तर- यह चौपाई बालकांड में संत समाज के वर्णन के समय की है। सोचे गए कार्य में सफलता मिलने की पूरी संभावना है। श्रीराम का ध्यान करें।

6. गरल सुधा रिपु करहिं मिताई।

गोपाद सिंधु अनल सितलाई।।

उत्तर- जब हनुमानजी ने लंका में प्रवेश किया उसी समय की यह चौपाई है। इसका अर्थ है कि कार्य अवश्य पूर्ण होगा। रामजी की पूजा करें।

7. बरुन कुबेर सुरेस समीरा।

रन सन्मुख धरि काहुं न धीरा।।

उत्तर- जब लंकाकांड में रावण मृत्यु को प्राप्त हुआ उस समय मंदोदरी के विलाप के प्रसंग में इस चौपाई का उल्लेख है। इसका अर्थ है कि सोचे हुए कार्य के पूर्ण होने की संभावनाएं बहुत कम है।

8. सुफल मनोरथ होहुँ तुम्हारे।

रामु लखनु सुनि भए सुखारे।

उत्तर- बालकांड में पुष्पवाटिका से पुष्प लेकर आने पर विश्वामित्रजी का आशीर्वाद इस चौपाई में है। इसका अर्थ है कि आपका कार्य पूर्ण हो जाएगा।

इन चीजों से आज रात सारी बीमारियों हो जाएंगी स्वाहा...

शिवपुराण के अनुसार शिवजी ही इस संपूर्ण सृष्टि के रचियता हैं। इन्हीं की इच्छा से ब्रह्मा ने यह सृष्टि बनाई और विष्णु इसका पालन-पोषण कर रहे हैं। तीनों ही देव हमारी सभी मनोकामनाओं को पूर्ण करने में समर्थ हैं। अभी सावन का महीना चल रहा है और यह माह शिवजी की आराधना के लिए विशेष महत्व रखता है। इन दिनों भोलेनाथ की भक्ति-पूजा से बहुत ही जल्द सभी इच्छाएं पूर्ण हो जाती हैं।

यदि किसी व्यक्ति के पास बहुत सा धन हो लेकिन वह अस्वस्थ हो तो सारा धन व्यर्थ के समान ही है। इसी वजह से अच्छे स्वास्थ्य को ही सबसे बड़ी दौलत माना जाता है। जब कोई गंभीर बीमारी की चपेट में आ जाए और डॉक्टरी इलाज से पर्याप्त लाभ प्राप्त नहीं हो पा रहा हो तो दवाइयों के साथ-साथ सावन माह के किसी भी सोमवार को यह उपाय अपनाएं-

सावन सोमवार की रात को काला तिल, जौं, शहद, घी एवं बिल्व पत्र को मिलाकर ऊँ रूद्राय नम: स्वाहा मंत्र से आम की लकड़ी की अग्रि में होम करें। इससे आपको सभी प्रकार के गंभीर रोगों में आराम मिलेगा। कम से कम एक सौ आठ आहुतियों को डालें। हवन की भस्म मस्तक पर धारण करें। ऐसा करने पर बहुत जल्द बीमारियों में राहत मिलेगी और व्यक्ति स्वस्थ हो जाएगा। ध्यान रहें डॉक्टर का परामर्श और दवाइयां बंद न करें।

નોકરી શોધીને થાક્યા? હવે રાહ નહીં જોવી પડે, શ્રાવણ કરો

 
 
ભગવાન શિવ તંત્રના અધિપતિ દેવતા છે. શ્રાવણ મહિનો શિવની સાધનાનો કાળ હોય છે. શંકરના માથા ઉપર શિવ ચંદ્ર ધારણ કરે છે. એટલા માટે તેમને ચંદ્રશેખર કહેવામાં આવે છે. તંત્ર વિજ્ઞાનમાં પણ ચંદ્રમાની પૂજાથી નૈવધ યંત્ર સિદ્ધિનો સરળ પ્રયોગ બતાવવામાં આવ્યો છે, જેનાથી વેપાર અને નોકરીમાં અપાર ધન અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. બેરોજગારોને પણ રોજગાર મળવાની સંભાવના બને છે.

ઉપાયઃ-

શ્રાવણ મહિનાની શરૂઆત 31 જુલાઈથી શરૂ થઈ 20 ઓગસ્ટ સુધી રહેશે. આ સમયમાં દરરોજ સાંજે છત ઉપર એવી ખુલ્લી જગ્યાએ જાઓ, જ્યાં ચંદ્રની સારી રોશની આવતી હોય. ત્યાં ચંદ્રમાના દર્શન થાય ત્યારે અગરબત્તી-દીવો પ્રગટાવી પૂજા કરો અને સફેદ સામગ્રી કે દૂધથી બનેલા વ્યંજન જેવા કે-મીઠાઈ, ખીર, રબડી વગેરેનો ભોગ લગાવો.

દીવો ભોગની પાસે જ રાખી દો. આ સાધના નૈવધ યંત્ર સિદ્ધિ કહેવાય છે. આ પ્રયોગને નિયમિત રીતે કરો. આ પ્રયોગમાં વિશેષ કરીને આ વાત ધ્યાન રાખવી કે અંધકાર કે એવા સ્થાને પ્રયોગ ન કરો કે જ્યાંથી ચાંદની જોવા ન મળે. એવું થતું હોય ત્યારે આ પ્રયોગમાં સફળતા પ્રાપ્ત થતી નથી.

શ્રાવણ મહિનામાં શિવની સાથે ચંદ્રમાની એવી જ સાધના વેપારી વર્ગ, નોકરીપેશા અને બેરોજગાર લોકોને ઝડપથી ધન લાભ અને પદોન્નતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવી છે.

આ ખાસ તિથિઓ ઉપર બીલીપત્રો ન તોડવા જોઈએ? કેમ?



શિવ ઉપાસનામાં બીલીપત્રને ચઢાવવા પાપનાશક અને સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રાખે છે. ખાસ કરીને શ્રાવણના મહિનામાં બીલીપત્રનો ચઢાવો મનોરથ સિદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય પણ છે.

શાસ્ત્રોમાં દેવ ઉપાસનાની નિયત મર્યાદાઓની કડીમાં બીલીપત્રને ખાસ દિવસો ઉપર તોડવાનું પણ નિષેધ માનવામાં આવ્યું છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ તિથિઓ શિવ-શક્તિ કે ગણેશ ઉપાસનાની શુભ ઘડીઓ પણ છે. જો કે બીલીપત્રમાં શિવનો વાસ અને શિવ-શક્તિ એકબીજા વગર અપૂર્ણ માનવામાં આવ્યા છે. ગણેશ પણ શિવના પુત્ર છે. એટલા માટે અજાણતા પણ નીચે બતાવે દિવસોમાં બીલીપત્ર તોડવાથી બચવું જોઈએ.

જાણો કંઈ તિથિઓ ઉપર બીલીપત્ર ન તોડવાઃ-

-ચતુર્થી
-અષ્ટમી
-નવમી
-ચતુર્દશી(ચૌદશ)
-અમાસ


જો કે બીલીપત્ર શિવપૂજાનું મુખ્ય અંગ છે. એટલે આ દિવસોમાં બીલીપત્ર ન તોડવાનો નિયમ હોવાનો લીધે બીલીપત્ર ઉપલબ્ધ ન હોય તો નવા બીલીપત્રને બદલે જૂના બીલીપત્રોને પાણીથી સ્વચ્છ કરી શિવને ચઢાવી શકાય છે અથવા આ તિથિઓ પહેલા જ બીલીપત્રો તોડી લેવા જોઈએ

શ્રાવણ, મનમાગ્યું વરદાન મેળવવા, આ વસ્તુ શિવને ચડાવો






શ્રાવણ, રાજસુખ મળે છે શિવની આવી પૂજાથી


હિન્દું પંચાગનો શ્રાવણ મહિનો પૂરી રીતે શંકર ભગવાનને સમર્પિત હોય છે. આ મહિનામાં કરવામાં આવતી શિવ પૂજા જીવનભર કરવામાં આવતી પૂજાથી શ્રેષ્ઠ ફળ આપે છે. એવું ધર્મ ગ્રંથોમાં લખ્યું છે. શ્રાવણ મહિનામાં દર રોજ ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. શ્રાવણ મહિનાની એકમની પૂજા ભગવાન શિવની પૂજા આ પ્રકારે કરવી જોઈએ.

શ્રાવણ સુદ એકમઃ-

ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રતિપદા તિથિના સ્વામી અગ્નિદેવ છે. આથી શ્રાવણ શુક્લ પક્ષની પ્રતિપદાએ ભગવાન શિવની પૂજામાં દીપ માળાઓ તથા ધૂપથી પૂજા કરવી જોઈએ. પૂજામાં ચોખા, ફૂલ, ધતુરો, આંકડો, બીલીપત્ર વગેરેથી પૂજા સામગ્રીઓનો ઉપયોગ કરવાથી શિવ પ્રસન્ન થાય છે.

શ્રાવણ મહિના વદની એકમે શિવ મંદિરમાં સાંજે દીવો પ્રગટાવવાથી આગલા જન્મમાં રાજસુખ પ્રાપ્ત થાય છે

દરેક મુરાદો બર આવશે, આ સોમવારે રુદ્રાક્ષ ધારણ કરો



શિવ ભક્તિમાં રુદ્રાક્ષ ઘણું મહત્વ ધરાવે છે. જીવનને કલેશમુક્ત, સફળ, શાંતિયુક્ત અને ભરપૂર આર્થિક સમૃદ્ધિ માટે રુદ્રાક્ષ, જે ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે, તેના અનેક સ્વરૂપે પહેરી કે માળાથી શિવમંત્રનો જાપ કરી કે કોઈપણ રીતે રુદ્રાક્ષનો ઉપયોગ અનિષ્ટની શાંતિ કરનાર અને સુખદાયી માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં અલગ-અલગ રૂપ, આકાર અને રંગના રુદ્રાક્ષ પહેરવા, કામના વિશેષની પૂર્તિ કરનારા પણ માનવામાં આવ્યા છે. જેને ધારણ કરવાના ધાર્મિક ઉપાય, કર્મકાંડ અને મંત્ર નક્કી કરાયા છે. પરંતુ દરેક માણસ આ શાસ્ત્રોક્ત નિયમોથી પરિચિત નથી હોતો કે સમયના આભાવે તેને અપનાવી નથી શકતો.

આ કારણે ધર્મમાં આસ્થા અને સુવિધાની દ્રષ્ટિએ અહીં બતાવી રહ્યા છીએ. રુદ્રાક્ષ ધારણ કરવાનો એક સરળ અને અસરકારક ઉપાય. જેને કોઈપણ માણસ શ્રાવણ મહિનામાં કે વર્ષમાં કોઈપણ સોમવારે અપનાવી મનગમતુ રુદ્રાક્ષ પહેરી મનોરથ સિદ્ધિ કરી શકે છે. જાણો આ ઉપાય...

-ધર્મના જાણકાર કે વિદ્ઘાન બ્રાહ્મણની સલાહ પછી પોતાની કામનાઓ પ્રમાણે યોગ્ય હોય તેવું રુદ્રાક્ષ પસંદ કરો.

-સોમવારના દિવસે સવારે સ્નાન કરી ભગવાન શિવ ઉપર જળ અને બીલીપત્રો અર્પિત કરો. પછી શિવલિંગની સામે રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળાને પહેલા કાચા દૂધ અને ત્યારબાદ તીર્થના જળથી પવિત્ર કરો. તેની માટે ગંગાજળ હોય તો ફળ પ્રાપ્તિની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-ત્યારબાદ શિવને સમર્પિત કેસર ચંદન કે ગંધને રુદ્રાક્ષ ઉપર લગાવી શિવ પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय નો યથાશક્તિ જાપ કરીને પહેરી લો. કમસે કમ 108 વાર બોલો અર્થાત્ 1 માળા મંત્ર જાપ કરો તો શ્રેષ્ઠ રહેશે.

સોમવારે શિવપૂજામાં આ ઉપાયથી પૂરી કરો ધન કામના



શ્રાવણમાં ભગવાન શિવના સ્મરણનું વધુ મહત્વ છે. સાંસારિક દ્રષ્ટિએ આ શુભ કાળમાં શિવનું ધ્યાન જીવન સાથે જોડાયેલ જરૂરિયાતો અને જવાબદારીઓને પૂરી થવામાં આવતી અડચણોને દૂર કરે છે.

આ દ્રષ્ટિએ જીવનમાં ધનની ભૂમિકાનું પણ વધુ મહત્વ રહેલું છે, જેને લક્ષ્મીનું ભૌતિક રૂપ પણ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીનો વાસ પાપ, દરિદ્રતા અને બુરાઈથી ભરેલા સ્થાનો ઉપર નથી થતો. પરંતુ નાના-મોટા પાપ તો દરેક માણસ જાણતા અજાણતા કરતો જ રહે છે.

શિવ આરાધનામાં એવા પાપોને દૂર કરવાનો ઉપોય પણ શાસ્ત્રોમાં બતાવ્યો છે. આ પૂજામાં એક છે- શિવ ઉપાસનામાં બીલી પત્રોને ચઢાવવા. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણમાં શિવને ખાસ કરીને ત્રણ પત્તાવાળા બીલીપત્રો ચઢાવવાથી માત્ર પાપોનો નાશ થાય છે એટલુ જ નહીં પણ પાપ નાશ થવાની સાથે-સાથે ધનલક્ષ્મી પણ આવે છે. જે બધા કાર્યો અને મનોકામાના સિદ્ધ કરી દે છે.

જો તમે પણ એવા જ સુખની કામના કરી રહ્યા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે(1 ઓગસ્ટ)શિવ પૂજામાં નીચે બતાવેલ પૂજા વિધિ તથા મંત્રોથી બીલીપત્રોને અર્પણ કરો.

-સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શિવાલયમાં જઈ શિવ ઉપર જળ કે દૂધની ધારા સમર્પિત કરો.

-પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પત્તાવાળા 11, 21, 51 કે શ્રદ્ધાનુંસાર તેનાથી વધુ બીલીપત્રો શિવલિંગ ઉપર આ મંત્રને બોલતા-બોલતા ચઢાવો...

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।

त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।


-પૂજા, નૈવેધ તથા બીલીપત્ર અર્પણ કર્યા પછી શિવમંત્ર જાપ, સ્તુતિ કરી શિવ આરતી કરો.

-છેલ્લે શિવ પાસેથી ધન-ધાન્યથી સંપૂર્ણ અને નિરોદી જીવનની કામના કરો.

સોમવારે કરો અન્નદાન, પૂરી થશે બધી મનોકામાના

શ્રાવણ મહિનો એટલે તન-મનથી શિવની ભક્તિ કરવાનો મહિનો. આ મહિનામાં અનેક તહેવારો આવે છે તથા શ્રાવણમાં સોમવાનું તો અનેક રીતે વધુ મહત્વ હોય છે તથા સોમવાર શિવ પૂજા માટે અતિ ફળદાયી પણ માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનામાં જે કામ તમે ન કરી શકો તે કામ માત્ર સોમવારે એક દિવસે જ કરો તો પણ ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની બીજ (આ વખતે 1 ઓગસ્ટ, સોમવાર)ના સ્વામી સ્વયં પરમપિતા બ્રહ્મા છે. આ તિથિએ ભગવાન શંકરની સાથે બ્રહ્માની પૂજા કરવાથી અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.

શિવને બીલી પત્ર ચઢાવી યથા શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ અને બ્રહ્મણોને અન્નદાન કરવામાં આવે તો શિવ પ્રસન્ન થાય છે. આ વિધિ પાંચ દિવસ સુધી કરવી જોઈએ.

જે પણ વ્યક્તિ આ દિવસે અન્ન દાન કરે છે તેની દરેક મનોકામાના પૂરી થાય છે તથા બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. ભગવાન શિવનું નિમિત્ત આ તિથિએ વ્રત કરવું જોઈએ


શ્રાવણમાં શિવજીની જ પૂજા કેમ કરવામાં આવે છે?



શિવજીને દેવોના દેવ અર્થાત્ મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ આખા ભારતના દરેક ભાગોમાં હર-હર મહાદેવ અને બમ-બમ બોલેની ગુંજ સંભળાતી હોય છે. શ્રાવણિયા સોમાવારે તો દરેક શિવાલયમાં શિવનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતીજીની પૂજાને આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ મહિનામાં શિવના પૂજનને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેનું કારણ એ છે તે હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રાવણ મહિનો શંકરનો મહિનો માનવામાં આવ્યો છે.

આ બાબતે એક કથા પ્રમાણે જ્યારે સનત કુમારોએ મહાદેવ પાસેથી તેમને શ્રાવણ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું તો મહાદેવ ભગવાન શિવએ જણાવ્યું કે, જ્યારે દેવી સતીને પોતાના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિથી શરીર ત્યાગ કર્યો હતો, તે પહેલા દેવી સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિના રૂપમાં પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું હતું. પોતાના બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના નામે હિમાલય અને રાની મૈનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. પાર્વતીએ શ્રાવણના મહિનામાં નિરાહર રહીને કઠોર વ્રત ધારણ કર્યું અને તેમને પ્રસન્ન કરી લગ્ન કર્યા. ત્યારબાદ જ મહાદેવ માટે આ મહિનો વિશેષ બની ગયો. આ કારણે જ શ્રાવણ મહિનો સુયોગ્ય વર પ્રાપ્ત કરવા માટે કુંવારી છોકરીઓ વ્રત રાખે છે.

હંમેશા સુંદર દેખાવા અપનાવો આવી ખાસ ટિપ્સ


સુંદર અને આકર્ષક દેખાવાનો શોખ તો દરેક ને હોય છે.દરેક જણ ઇચ્છે છે કે લોકો તેમની સુંદરતાના વખાણ કરે.જો તમે સુંદર હોવ,તમારો નાક- નકશો આકર્ષક હોય પરંતુ જો તમારા ચહેરા પર ખીલ-ડાઘા હોય તો ? તો આ ખીલ- ડાઘાં તમારી સુંદરતાને ઓછી કરી નાખે છે.

 
ખીલ-ડાઘા એ લોહીમાં રહેલી અશુદ્ધિ ને કારણે થાય છે.વળી ખાન-પાનમાં રાખેલી બેદરકારીને કારણે આ સમસ્યાઓ થવી સ્વાભાવિક ગણાય છે.જો તમને ખીલ- ડાઘાની ઘણી દવા કર્યા બાદ પણ આ સમસ્યામાંથી છુટકારો ના મળતો હોય તો બની શકે કે કોઇ ગ્રહ –દોષને કારણે તમને આ સમસ્યાથી હેરાન થતા હોય.

 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્વચા ના રોગ માટે બુધ ગ્રહ,શનિ,રાહુ,મંગળ ના અશુભ હોવાને કારણે તથા સૂર્ય.ચંદ્ર નબળો હોવાને કારણે ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.કુંડળીમાં છઠ્ઠુ સ્થાન એ ત્વચા સંબંધી ગણાય છે.

 
-જો કુંડળીમાં સાતમા સ્થાન પર કેતુ હોય તો પણ તે ત્વચા ના રોગનું કારણ બની શકે છે.બુધ જો બળવાન હોય તો આ રોગનો તે પુરો અસર બતાવતો,

 
ત્યાં જ બુધ ની આ નબળી સ્થિતિ ને કારણે નિશ્ચિત ત્વચા રોગો ની પીડા વેઠવી પડે છે.

 
ત્વચા રોગ અને ગ્રહ

 
- ચંદ્રના કારણે પાણી અથવા પરૂ વાળી ફોડલીઓ કે ખીલ થાય છે.

 
- મંગળ ના વિકારથી લોહીના વિકાર વાળા ખીલ-ધબ્બા થાય છે.

 
- રાહુ ના પ્રભાવથી દર્દ આપનારા ખીલ અને ફોડલીઓ થાય છે.

 
ખીલ- ડાઘા ને દુર કરવા માટેના ઉપાય

 
- જો છઠ્ઠા સ્થાન પર કોઇ અશુભ ગ્રહ હોય તો તેના ઉકેલ માટે ઉપચાર કરાવડાવો.

 
- સૂર્ય મંત્રો અને આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.

 
- શનિવારના દિવસે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

 
-સરસ્વતી સ્તોત્ર નો પાઠ કરો.

 
- પારા ના શિવલિંગ નું પૂજન કરો.

 
- દરરોજ સૂર્ય ને પાણી ચઢાવો અને 7 પરિક્રમા કરો.

પૂજાનાં સમયે માથા પર રૂમાલ રાખવો જરૂરી કેમ છે?




પૌરાણિક કથાઓમાં નાયક,ઉપનાયક તથા ખલનાયક પણ માથાને ઢાંકવા માટે મુકુટ પહેરતાં હતાં.આ જ કારણ છે કે આપણી પરંપરામાં માથાને ઢાંકવું એ સ્ત્રી અને પુરૂષો માટે આવશ્યક માનવામાં આવે છે.દરેક ધર્મોની સ્ત્રીઓ દુપટ્ટા કે સાડીનાં પાલવથી પોતાનું માથું ઢાંકીને રાખતી હતી.આ માટે મંદિર કે કોઇ અન્ય ધાર્મિક સ્થળ પર જતાં સમયે કે પૂજા કરતી વખતે માથાને ઢાંકવું જરૂરી છે.પહેલા દરેક લોકો માથાને ઢાંકે તેવો રિવાજ હતો.


આમ,જોઇએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માથું મનુષ્યનાં અંગોમાં સૌથી સંવેદનશીલ સ્થાન ધરાવે છે.બ્રહ્મરંધ માથાની વચ્ચોવચ્ચ સ્થિત હોય છે.વાતાવરણનાં મામુલી પરિવર્તનાં દુષ્પ્રભાવથી બ્રહ્મરંધનાં ભાગથી શરીરનાં અન્ય અંગો પર આવે છે.તેના સિવાય આકાશીય વિદ્યુત તરંગો ખુલ્લા માથાવાળા વ્યક્તિઓની અંદર પ્રવેશીને કોધ,માથાનું દર્દ,આંખોમાં નબળાઇ વગેરે રોગોને જન્મ આપે છે.


આ કારણે માથા અને વાળને ઢાંકીને રાખવું એ આપણી પરંપરા વણાયેલી છે.તેના પછી ધીરે-ધીરે સમાજની આ પરંપરા મોટેરાંઓને કે ભગવાનને સન્માન આપવાની રીત બની ગઇ.તે સાથે આ કારણ પણ છે કે માથાંની મધ્યમાં સહસ્ત્રારાર ચક્ર હોય છે.પૂજાના સમયે તેને ઢાંકીને રાખવાથી મન એકાગ્ર બને છે.આ માટે ખુલ્લા માથે ભગવાન સમક્ષ જાવું યોગ્ય ગણવામાં નથી આવતું.એવી માન્યતા છે કે જેને આપણે સન્માન આપીએ છીએ તેમની સામે માથું ઢાંકીને જવું જોઇએ.તેનાથી મનમાં ભગવાન પ્રત્યે સન્માન અને સમર્પણ છે તેની અભિવ્યક્તિ થાય છે.

પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે?

 
 
  વાસ્તુનાં અનુસાર આપણને પ્રાપ્ત થનારાં સુખ- દુ:ખ ઘરની સ્થિતિ પર નિર્ભર કરે છે.જો ઘરમાં કોઇ વાસ્તુ દોષ હોય તો નિશ્ચિત તે તમને ખરાબ પરિણામો જ આપશે.વાસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પર જ કામ કરે છે.આથી ઘરમાં જે પણ વસ્તુઓ નકારાત્મક ઊર્જાને વધારે તેનાથી વાસ્તુ દોષ વધે છે,ઘરની આર્થિક પ્રગતિ થતી નથી.આકરી મહેનત બાદ ઘરનાં દરેક સભ્યને તેની યોગ્યતાં અનુસાર સફળતા મળતી નથી,કોઇને કોઇ રીતે સમસ્યા કે મુશ્કેલીઓ આવે છે.

જે ઘરમાં વારંવાર એક્સીડેન્ટ થતાં હોય તો નિશ્ચિત જ તે ઘરમાં પિતૃદોષ હોય છે.

જે ઘરમાં પીવાનું પાણીનું સ્થાન દક્ષિણ દિશામાં હોય તે ઘરને પિતૃદોષ વધારે પ્રભાવિત કરી શકતો નથી.જો નિયમિત રૂપે તે સ્થાન પર ઘીનો દીવો લગાડવામાં આવે તો પિતૃદોષ આશીર્વાદમાં બદલાઇ જાય છે.એવું માનવામાં આવે છે કે જો પીવાનાં પાણીનું સ્થાન ઉત્તર કે ઉત્તર- પૂર્વ દિશામાં હોય તો પણ તે યોગ્ય માનવામાં આવે છે અને તેનાં પર પણ પિતૃ નિમિત્તે દીવો લગાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે કારણકે એવું માનવામાં આવે છે કે પીવાનાં પાણીમાં પિતૃનો વાસ હોય છે અને પીવાનાં પાણીનાં સ્થાને જો તેમનાં નામનો દીવો કરવામાં આવે તો પિતૃદોષની શાંતિ થાય છે એવી માન્યતા છે.

જાણો રત્ન શું છે ? તેને કેમ ધારણ કરવામાં આવે છે?


પર્વતો અને ખાણોમાં વર્ષો સુધી છુપાયેલો અમુક ખજાનો પાણી અને ઘર્ષણને કારણે રત્નનું સ્વરુપ ધારણ કરી લે છે. રત્ન પથ્થરનું જ સ્વરુપ છે જેને ખાણોમાંથી કાઢીને યોગ્ય પ્રક્રિયા દ્વારા રત્નોનું સ્વરુપ આપવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જાતકની કુંડળીમાં કોઇ નબળો ગ્રહ હોય કે જરૂરિયાત મુજબ જાતકની ક્ષમતામાં વધારો કરવો હોય તો તેને રત્ન એટલે કે નંગ ધારણ કરાવવામાં આવે છે.

નવ ગ્રહો માટે જુદા-જુદા રત્નો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે ગ્રહોના રંગ સાથે મળતા આવે છે. જેમ કે સૂર્ય માટે માણેક, ચંદ્ર માટે મોતી, મંગળ માટે પરવાળું, બુધ માટે પન્ના, ગુરુ માટે પુખરાજ, શુક્ર માટે હીરો, શનિ માટે નીલમ, રાહુ માટે અકીક, કેતુ માટે લસણિયો.

આ નંગોને ગળામાં પહેરવાનું લોકેટ કે વીંટી બનાવડાવીને પહેરવામાં આવે છે. લોકેટ કે વીંટી બનાવવા કેટલીક ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. માણેક, પન્ના, પુખરાજ અને નીલમ સોનામાં, હીરો, મોતી ચાંદીમાં, પરવાળુ તાંબામાં અને લસણિયો તેમજ અકીક અષ્ટધાતુમાં ધારણ કરવો જોઇએ.

ગ્રહોનાં કુપ્રભાવને દુર કરવાનો આ રહ્યો સસ્તો ઉપાય!



ગ્રહોનાં અશુભ પ્રભાવથી બચવા માટે મંત્ર પાઠ,હવન,ધ્યાન અને ઉપાયો સંબંધી રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે.આમાં અત્યંત મુલ્યવાન એવાં રત્નો ઘણીવાર સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે.આ માટે આવામાં લોકોએ વૃક્ષોની જડને ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે.માનવામાં આવે છે કે આ રત્નોથી પણ વધારે અસરકારક માનવામાં આવે છે.

આપણાં ત્યાં ઋષિ-મુનિઓ દ્વારા સંબંધિત વ્યાખ્યા જ્યોતિષ અને વાસ્તુ સંબંધી ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવે છે.જ્યોતિષ ગ્રંથોનાં અનુસાર,આપણાં સૌરઊર્જાનાં વિભિન્ન ગ્રહોનો અલગ-અલગ પ્રકારનાં વૃક્ષોનું આધિપત્ય છે.જે વૃક્ષ ઊંચા અને મજબુત તથા કઠણ હોય તેના પર સૂર્યનો વિશેષ અધિકાર હોય છે.દુધ વાળાં વૃક્ષો પર ચંદ્રનો પ્રભાવ હોય છે

લત્તાં, વલ્લી વગેરે પર ચંદ્ર અને શુક્રનો અધિકાર હોય છે.કાંટાળાં છોડ પર રાહુ અને કેતુનો વિશેષ અધિકાર છે.જે વૃક્ષોમં વિશેષ રસ નાં હોય,નબળાં અને દેખવામાં અપ્રિય હોય અને સુકાયેલાં હોય તે વૃક્ષો પર શનિનો અધિકાર હોય છે.દરેક ફળવાળાં વૃક્ષો પર બૃહસ્પતિ, ફળ વગરનાં વૃક્ષો પર બુધ અને ફળ, પુષ્પ ચિકણાં વૃક્ષો પર શુક્રનો અધિકાર હોય છે.ઔષધીય જડીબુટ્ટીમાં સ્વામી ચંદ્રમા છે.આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલીમાં કોઇ ગ્રહને આધીન હોય તેવી જ વનસ્પતિ અને ઔષધિઓમાં તે ગ્રહ જન્ય રોગનો ઉપચાર કરવામાં આવે છે.

અકાળ મૃત્યુથી બચવા માટે રુદ્રાભિષેક


હિંદુ ધર્મમાં સપ્તાહના સાતેય દિવસમાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા વિધી કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.જેનાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.શિવમહાપુરાણમાં આ સંદર્ભે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તે અનુસાર-

રવિવારે સૂ્ર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું.એમ કરવાથી સમસ્ત શિવના શારિરીક રોગમાંથી મુક્તિ મળે છે.
સંપત્તિ પ્રાપ્તિ માટે સોમવારે લક્ષ્મીની પૂજા કરવી તથા બ્રાહ્મણોને સપત્નીક ઘીથી રાંધવામાં આવેલું ભોજન કરાવવું.મંગળવારે રોગની શાંતિ માટે કાલીમાંની પૂજા કરવી.અડદ, મગ અને અરહરની દાલ જેવા ધાનથી બ્રાહ્મણને ભોજન કરાવવું.
બુધવારે દહીયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એક કરવાથી પુત્ર સુખની પ્રાપ્તિ થાય છે.
જો દીર્ઘાયુ થવાની ઈચ્છા રાખો છો તો ગુરુવારે વસ્ત્ર, યજ્ઞોપવીત તથા ઘી મિશ્રિત ખીરથી દેવતાઓની પૂજા કરવી.સમસ્ત પ્રકારના ભોગની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્ર થઈને દેવતાઓની પૂજા કરવી તથા યથાસંભવ બ્રાહ્મણોને અન્ન આપવું.

શનિવારે અકાલ મૃત્યુ નિવારણ માટે પૂજા અર્ચના કરવી. આ દિવસે ભગવાન રુદ્રની પૂજા કરવી તથા તલ અને હોમથી, દાન આપીને દેવતાઓને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો. બ્રાહ્મણોને તલમિશ્રિત ભોજન કરાવવું.
શિવમહાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રકારે નિત્ય વિભિન્ન દેવતાઓનું પૂજન કરવા માટે શિવ અનેક દેવતાઓના રુપમાં પૂજિત છે તથા મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે

રુદ્રાક્ષ ધારણ કરવાનો મંત્ર



શિવમહાપુરાણમાં અલગ અલગ પ્રકારના ચૌદ રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરેલા પુરુષને જોઈને દરેક ખરાબ આત્મા ભાગી જાય છે. શિવ, પાર્વતી, વિષ્ણુ, ગણેશ , સૂર્ય, દુર્ગા વગેરે દરેક દેવ રુદ્રાક્ષથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં વર્ણવેલા 14 પ્રકારના રુદ્રાક્ષ અલગ અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે.શિવમહાપુરાણમાં વિદ્વેશ્વરસંહિતા દર્શાવવામાં આવી છે અને એ પ્રમાણે રુદ્રાક્ષના મંત્રોનું ઉચ્ચારણ કરવું જરુરી છે.

ભેદ મંત્ર
एकमुखी ऊं ह्रीं नम:।
दो मुखी ऊँ नम:।
तीन मुखी ऊँ क्लीं नम:।
चार मुखी ऊँ ह्रीं नम:।
पंच मुखी ऊँ ह्रीं नम:।
छ: मुखी ऊँ ह्रीं हुं नम:।
सात मुखी ऊँ हुं नम:।
आठ मुखी ऊँ हुं नम:।
नौ मुखी ऊँ ह्रीं हुं नम:।
दस मुखी ऊँ ह्रीं नम:।
ग्यारह मुखी ऊँ ह्रीं हुं नम:।
बारह मुखी ऊं क्रौं क्षौं रौं नम:।
तेरह मुखी ऊँ ह्रीं नम:।
चौदह मुखी ऊँ नम:।

શું તમે જાણો છો,શિવલિંગની પૂજા માટે કઇ દિશામાં બેસવું શ્રેષ્ઠ છે



શિવલીંગની પૂજા મનમાંથી કલેશ દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધારે છે. દરેક દેવ પૂજા સમાન શિવલીંગ પૂજામાં શ્રદ્ધા અને આસ્થા મહત્વના છે. પરંતુ તેની સાથે શાસ્ત્રોમાં વિધાન અનુસાર શિવલીંગ પૂજા શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ નિયમો પ્રમાણે શિવલીંગ પૂજાનો સમય ભક્તના પૂજા સ્થાન પર નિર્ભર કરે છે. શિવલીંગના પૂજાનો સમય દિશા અને સ્થાન પર કામનાઓ પૂરી કરવા માટે દ્રષ્ટિથી વિશેષ ફળદાયી છે.


- જ્યાં શિવલીંગની સ્થાપ્ના કરવામાં આવી હોય તેની પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને ના બેસવું. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય છે. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય અને ધાર્મિક દ્રષ્ટિથી દેવ મૂર્તિની સામે બેસવું યોગ્ય નથી.


- શિવલીંગની ઉત્તર દિશામાં ન બેસવું. કેમકે એ દિશામાં ભગવાન શંકરનું જમણું અંગ બિરાજમાન હોય છે. જે શક્તિરુપી દેવી ઉમાનું સ્થાન છે.


- પૂજા દરમ્યાન શિવલીંગની પશ્ચિમ દિશા તરફ ન બેસવું કેમ કે તે ભગવાન શંકરની પીઠ માનવામાં આવે છે.


- જો પૂજાનું સ્થળ યોગ્ય હોય તો હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું. એ દિશામાં પૂજાફળ અને ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરળ અર્થમાં શિવલીંગની પૂજા દક્ષિણ દિશા તરફ રાખીને બેસવું અને ઉત્તર દિશા તરફ મોં રાખીને પૂજા કરવાથી અભિષેક શીધ્ર ફળ આપનારું છે. એટલા માટે ઉજ્જૈન દક્ષિણામુખી મહાકાલ અને અન્ય દક્ષિણામુખી શિવલીંગ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે.

શિવલીંગ પૂજામાં યોગ્ય દિશામાં બેસવાથી ભક્તને ભસ્મ કે ત્રિપુન્ડ લગાવવું અને રુદ્રાક્ષની માળા પહેરાવવી તથી બિલિપત્ર ચઢાવવું યોગ્ય છે. જો ભસ્મ ઉપલબ્ધ ન હોય તો માટીથી મસ્તક પર ત્રિપુન્ડ લગાવવાનું મહત્વ વિધાનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસની ઉપાસના આ રીતે કરશો તો ફળશે

 
 
- ૧૦૮ વખત ‘ઓમ્ નમ: શિવાય’નું ઉચ્ચારણ કરી શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે
- મહાભારતમાં કહેવાયું છે કે જે ધર્મ પરાયણ છે, તેને સંકટનો સામનો કરવો પડતો નથી


તા. ૩૧મી જુલાઇ, રવિવારથી પરમ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિંદુ ચાતુમૉસ અને સંન્યાસીઓના ચતુર્પક્ષ અંતર્ગત આવતા શ્રાવણ માસનું મહત્વ ખૂબ જ વિશિષ્ટ છે. આ સમય ધર્મ-કાર્યો માટે એકદમ ઉત્તમ માનવામાં આવ્યો છે. ખાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિની સાથે લૌકિક-શારીરિક પ્રગતિ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે.

મહાભારતમાં તો ધર્મની મહત્તા સમજાવતા વન પર્વ ૨૧૩.૩૦માં જણાવાયું છે કે જે ધર્મ-પરાયણ છે, તેને ક્યારેય સંકટ આવતા નથી. માટે પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવ પૂજનનું ખાસ મહત્વ છે. આજના ઝડપી યુગમાં સમયની અનુકૂળતા ઓછી હોય ત્યારે શિવજીની કૃપા મેળવવા માટે ૧૦૮ વખત ‘ઓમ્ નમ: શિવાય’નું ઉચ્ચાર કરીને શિવલિંગ ઉપર જળાભિષેક કરી શકાય છે. સાથે જ યથાશક્તિ બિલપિત્ર ચઢાવી શકાય છે.

શ્રાવણ માસમાં દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રનું પઠન પણ ઉત્તમ મનાયું છે. જ્યારે આ માસ અંતર્ગત યથા શક્તિ લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્ર પાઠ કરાવવાથી પણ મહાદેવજીની કૃપા મળે છે. આખા માસ દરમિયાન સ્નાનાદિથી સંપન્ન થઇને પૂજા સ્થાને અથવા શિવાલયમાં બેસીને ‘મહામૃત્યુંજય મંત્ર’નો જાપ કરવાથી પણ શિવજીની કૃપા થવાથી નિરામય આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને બાધા-મુશ્કેલીમાં પણ રાહત મળે છે.

શ્રાવણ માસમાં આવતા સોમવારનું મહત્વ અતિવિશિષ્ટ છે. આ દિવસે ષોડષોપચાર પૂજન પણ કરવામાં આવતું હોય છે. આ દિવસે વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય છે. આ દિવસોમાં પૂજા-ઉપાસના સાથે બ્રહ્નચર્ય, ઉપવાસ કે ફળાહાર કે એકટાણું કરી શકાય છે. ખાસ કરીને સદાચરણનું ખાસ મહત્વ છે.

પૂજા-ઉપાસનાની સાથે સત્સંગ કે સત્ શ્રવણનું પણ મહત્વ છે ત્યારે આ દિવસોમાં રુદ્રી પાઠનું શ્રવણ કે શિવ મહાપુરાણનું વાચન કે શ્રવણ કરી શકાય છે. આ માસ દરમિયાન બિલ્વાષ્ટકમ્, રુદ્રાષ્ટકમ્, શિવપંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ કરવાનો પ્રયત્ન પણ ઉત્તમ માનવામાં આવ્યો છે.

Friday, 29 July 2011

કાલસર્પદોષ શાંતિ માટે આજે ઉપાય કરો, હનુમાન મંત્રથી

કાલસર્પ દોષ જિંદગીમાં મુશ્કેલીઓ અને પીડા આપનારો દોષ છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં આ યોગ છાયાગ્રહો રાહુ અન કેતુનું કારણ બને છે. બંને ગ્રહો ક્રુર સ્વભાવના હોય છે. કુંડળીમાં બંને ગ્રહોની ચાલ વાંકી પણ હોઈ શકે છે. આ માટે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શત્રુ અન્ય રાશિઓ પર અને અન્ય ગ્રહો પર શુભ ફળ પર ખોટી અસર આપનારો બને છે.

- રાહુ અને કેતુનો યોગ કાલસર્પ દોષ શાંતિ માટે શાસ્ત્રોક્ત વિધી વિધાન છે. પરંતુ સમયભાવ કે આર્થિક મુશ્કેલીઓને કારણે જો તમે આ ઉપાય ન કરી શકો તો દેવ ઉપાસના પણ કરી શકો છો. તે સમયની બચત કરે છે. અને વધારે શુભ ફળ આપે છે.

હિંદુ ધર્મમાં અગણિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સંકટથી પસાર થાય છે ત્યારે રાજભક્ત હનુમાનનું સ્મરણ કરવામાં આવે છે. શ્રી હનુમાન સંકટ મોચન કહેવામાં આવે છે. શ્રી હનુમાન એવા દિવ્ય મંત્ર આપે છે જે કાલસર્પ દોષથી મળનારા તમામ દુખને દૂર કરે છે. તેમાંનો જ એક મંત્ર છે..

- हं हनुमते रुद्रात्मकाय हुं फट्।

- કુંડળીમાં કાલસર્પની દશા દરરોજ પવિત્ર થઈને હનુમાનની પૂજા કરવી. પૂજામાં હનુમાનને ચમેલીનું તેલ ચઢાવવું. સુગંધિત સિંદૂર ચઢાવવું. લાલ ચંદન, લાલ ફૂલને પણ પૂજામાં સામેલ કરવા. ગોળ- ચણાનો પ્રસાદ કરવો.

-ત્યાર બાદ આ હનુમાન મંત્રને ઓછામાં ઓછા પાંચ વાર સંભવ હોય તો 108 માળાના જાપ કરવા.

-દરરોજ સંભવ ન હોય તો મંગળવારે અને શનિવારે આ મંત્રોનો જાપ કરવો. આ મંત્રની અસરથી શનિ ગ્રહ દોષને શાંતિ મળે છે.

શૈનેશ્વરી અમાસ: આ ઉપાયોથી શુભ ફળ આપશે શનિદેવ




30 જુલાઇ, શનિવારનાં શનિશ્વરિ અમાસનો યોગ બની રહ્યો છે.ધર્મ શાસ્ત્રોમાં આ દિવસે શનિદોષને ઓછો કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવ્યો છે.આ દિવસે જો નીચે લખેલાં ઉપાય કરશો તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે અને જીવનમાં સુખ- શાંતિ આવે છે.

ઉપાય
1 – ચોટલીવાળા 11 નાળિયેર લો.દરેકને એક- એક કરીને જમણાં હાથમાં પકડો અને જમણાં કાનની તરફથી ડાબી બાજુ 21 વાર ફેરવી બન્ને હાથથી પાણીમાં પ્રવાહિત કરી દો.

2 – સવા મીટર કાળા કપડામાં સવા કિલો જવ અથવા ચણાં,થોડા કોલસા અને બે લોખંડનાં ખીલ્લાંઓ રાખીને પોટલી બનાવો.તે પોટલી પર ગંગાજળ છાંટો અને તેને પોતાની પરથી ઉતારીને આદરની સાથે જળમાં પ્રવાહિત કરી દો.

3- આ દિવસે ઘોડાની નાળ કે નાળનાં જહાજની ખીલ્લીને અંગુઠી બનાવીને પહેરી લો.તેને કાચા દુધમાં ગંગા જળથી ધોવો અને ऊँ प्रां प्रीं प्रौं स: शनयै नम: મંત્રનો જાપ કરતાં મધ્ય આંગળીમાં ધારણ કરી લો.

4 – આઠ કિલો,આઠસી ગ્રામ કે એંસી ગ્રામ કાળી અડદને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.

5- શુક્રવારે કાળા ચણાંને પલાળી લો.શનિવારનાં આ ચણાને તળાવમાં માછલીઓને આપો.

6 – આ દિવસે કાળી ગાય, વાંદરા અને કાળા કુતરાને બુંદીનાં લાડવા ખવડાવો.

7 – શનિશ્વરી અમાસનાં દિવસે જલ્દી ઉઠીને શિવલિંગ પર દુધ ચઢાવો.દિવાસો હોવાથી શ્રેષ્ઠ ફળ મળશે.

તસવીરોમાં કરો સોમનાથ મહાદેવના દર્શન

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થઈ છે જેમાં સવાલક્ષ બિલ્વપૂજા અને મહામૃત્યુંજય મંત્ર જાપ યજ્ઞ અને ધ્વજા રોહણ તેમજ વિવિધ પુજાવિધીમાં હજારો દેશ વિદેશના ભાવિકો અને ભક્તજનોએ ઉમળકાભેર ભાગ લીધો છે. શ્રાવણ માસમાં તથા પ્રથમ સોમવારના પગપાળા ચાલી અને દુરથી વિવિધ યાત્રાસંઘો તથા કાવડીયા સંઘોના ભક્તજનો આવે છે. - તમામ તસવીરો રવિ ખખ્ખર