Sunday, 31 July 2011

સોમવારે કરો અન્નદાન, પૂરી થશે બધી મનોકામાના

શ્રાવણ મહિનો એટલે તન-મનથી શિવની ભક્તિ કરવાનો મહિનો. આ મહિનામાં અનેક તહેવારો આવે છે તથા શ્રાવણમાં સોમવાનું તો અનેક રીતે વધુ મહત્વ હોય છે તથા સોમવાર શિવ પૂજા માટે અતિ ફળદાયી પણ માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનામાં જે કામ તમે ન કરી શકો તે કામ માત્ર સોમવારે એક દિવસે જ કરો તો પણ ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની બીજ (આ વખતે 1 ઓગસ્ટ, સોમવાર)ના સ્વામી સ્વયં પરમપિતા બ્રહ્મા છે. આ તિથિએ ભગવાન શંકરની સાથે બ્રહ્માની પૂજા કરવાથી અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.

શિવને બીલી પત્ર ચઢાવી યથા શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ અને બ્રહ્મણોને અન્નદાન કરવામાં આવે તો શિવ પ્રસન્ન થાય છે. આ વિધિ પાંચ દિવસ સુધી કરવી જોઈએ.

જે પણ વ્યક્તિ આ દિવસે અન્ન દાન કરે છે તેની દરેક મનોકામાના પૂરી થાય છે તથા બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. ભગવાન શિવનું નિમિત્ત આ તિથિએ વ્રત કરવું જોઈએ


No comments:

Post a Comment