Sunday, 31 July 2011

જાણો રત્ન શું છે ? તેને કેમ ધારણ કરવામાં આવે છે?


પર્વતો અને ખાણોમાં વર્ષો સુધી છુપાયેલો અમુક ખજાનો પાણી અને ઘર્ષણને કારણે રત્નનું સ્વરુપ ધારણ કરી લે છે. રત્ન પથ્થરનું જ સ્વરુપ છે જેને ખાણોમાંથી કાઢીને યોગ્ય પ્રક્રિયા દ્વારા રત્નોનું સ્વરુપ આપવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જાતકની કુંડળીમાં કોઇ નબળો ગ્રહ હોય કે જરૂરિયાત મુજબ જાતકની ક્ષમતામાં વધારો કરવો હોય તો તેને રત્ન એટલે કે નંગ ધારણ કરાવવામાં આવે છે.

નવ ગ્રહો માટે જુદા-જુદા રત્નો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે ગ્રહોના રંગ સાથે મળતા આવે છે. જેમ કે સૂર્ય માટે માણેક, ચંદ્ર માટે મોતી, મંગળ માટે પરવાળું, બુધ માટે પન્ના, ગુરુ માટે પુખરાજ, શુક્ર માટે હીરો, શનિ માટે નીલમ, રાહુ માટે અકીક, કેતુ માટે લસણિયો.

આ નંગોને ગળામાં પહેરવાનું લોકેટ કે વીંટી બનાવડાવીને પહેરવામાં આવે છે. લોકેટ કે વીંટી બનાવવા કેટલીક ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. માણેક, પન્ના, પુખરાજ અને નીલમ સોનામાં, હીરો, મોતી ચાંદીમાં, પરવાળુ તાંબામાં અને લસણિયો તેમજ અકીક અષ્ટધાતુમાં ધારણ કરવો જોઇએ.

No comments:

Post a Comment