Friday, 5 August 2011

હંમેશા સુંદર દેખાવા અપનાવો આવી ખાસ ટિપ્સ




સુંદર અને આકર્ષક દેખાવાનો શોખ તો દરેક ને હોય છે.દરેક જણ ઇચ્છે છે કે લોકો તેમની સુંદરતાના વખાણ કરે.જો તમે સુંદર હોવ,તમારો નાક- નકશો આકર્ષક હોય પરંતુ જો તમારા ચહેરા પર ખીલ-ડાઘા હોય તો ? તો આ ખીલ- ડાઘાં તમારી સુંદરતાને ઓછી કરી નાખે છે.


ખીલ-ડાઘા એ લોહીમાં રહેલી અશુદ્ધિ ને કારણે થાય છે.વળી ખાન-પાનમાં રાખેલી બેદરકારીને કારણે આ સમસ્યાઓ થવી સ્વાભાવિક ગણાય છે.જો તમને ખીલ- ડાઘાની ઘણી દવા કર્યા બાદ પણ આ સમસ્યામાંથી છુટકારો ના મળતો હોય તો બની શકે કે કોઇ ગ્રહ –દોષને કારણે તમને આ સમસ્યાથી હેરાન થતા હોય.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્વચા ના રોગ માટે બુધ ગ્રહ,શનિ,રાહુ,મંગળ ના અશુભ હોવાને કારણે તથા સૂર્ય.ચંદ્ર નબળો હોવાને કારણે ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.કુંડળીમાં છઠ્ઠુ સ્થાન એ ત્વચા સંબંધી ગણાય છે.


-જો કુંડળીમાં સાતમા સ્થાન પર કેતુ હોય તો પણ તે ત્વચા ના રોગનું કારણ બની શકે છે.બુધ જો બળવાન હોય તો આ રોગનો તે પુરો અસર બતાવતો,


ત્યાં જ બુધ ની આ નબળી સ્થિતિ ને કારણે નિશ્ચિત ત્વચા રોગો ની પીડા વેઠવી પડે છે.


ત્વચા રોગ અને ગ્રહ


- ચંદ્રના કારણે પાણી અથવા પરૂ વાળી ફોડલીઓ કે ખીલ થાય છે.


- મંગળ ના વિકારથી લોહીના વિકાર વાળા ખીલ-ધબ્બા થાય છે.


- રાહુ ના પ્રભાવથી દર્દ આપનારા ખીલ અને ફોડલીઓ થાય છે.


ખીલ- ડાઘા ને દુર કરવા માટેના ઉપાય


- જો છઠ્ઠા સ્થાન પર કોઇ અશુભ ગ્રહ હોય તો તેના ઉકેલ માટે ઉપચાર કરાવડાવો.


- સૂર્ય મંત્રો અને આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.


- શનિવારના દિવસે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.


-સરસ્વતી સ્તોત્ર નો પાઠ કરો.


- પારા ના શિવલિંગ નું પૂજન કરો.


- દરરોજ સૂર્ય ને પાણી ચઢાવો અને 7 પરિક્રમા કરો.

Wednesday, 3 August 2011

ચોખાં રાખ્યા વગર દીવો પ્રગટાવવો નાં જોઇએ કારણ કે..




પૂજનમાં દિવાનું ઘણું મહત્વ છે. હિંદુ પરંપરા અનુસાર ભગવાનની સમક્ષ જ્યાં સુધી દીવો પ્રગટાવાય નહી ત્યાં સુઘી પૂજન પુરૂ ગણાતું નથી.આ માટે પૂજા શરૂ થતાં પહેલાં જ દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી પૂજાનાં સમાપન બાદ આરતી કરવામાં આવે છે.


પૂજામાં દીવાની નીચે ચોખા રાખવામાં આવે છે.ચોખા એ શુદ્ધતાંનુ પ્રતીક માનવામાં આવે છે.દીવાને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.હિંદુ ધર્મમાં દીવાને દેવરૂપ માનવામાં આવે છે તેથી જ તો કોઇપણ પ્રકારની પૂજા શરૂ કરતાં પહેલાં દીવાનું તિલક લગાડીને પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ચોખાનું આસન બનાવીને તેમાં દીવાને મુકવામાં આવે છે.આમ,પૂજામાં દીવાને ચોખાનાં આસન પર મુકી સ્થાન આપવામાં આવે છે.


દીવાની નીચે ચોખાં ના રાખવામાં આવે તો તેને અપશુકન માનવામાં આવે છે.એવુ માનવામાં આવે છે કે જો દીવાની નીચે ચોખા મુકવામાં ના આવે તો દીવો અપુર્ણ કહેવાય છે.આ પાછળ એવી માન્યતા પણ છે કે જો દીવાને આસન આપી તેનાં પર મુકવામાં નાં આવે તો ભગવાન પણ પૂજામાં આસન ગ્રહણ કરતાં નથી.તે સાથે ચોખાં એ લક્ષ્મીજીનું પ્રિય અનાજ છે.દીવાને ચોખા પર આસન આપવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ છે કે શુક્રવારનાં દિવસે લક્ષ્મીમાની સામે ચોખાની ઢગલી બનાવીને તેનાં પર ઘીનો દીવો લગાડીને પ્રગટાવવાથી ધનલાભ થાય છે.

કેમ કહેવામાં આવે છે કે,ડાબી સુંઢવાળાં ગણપતિ શુભ હોય છે?

ભગવાન શિવે ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું હતું.આ જ કારણથી કોઇ પણ માંગલિક કાર્ય,પૂજન વગેરેમાં સૌથી પહેલાં ગણેશજીની આરાધનાં –પૂજા કરવામાં આવે છે. દરેક પૂજામાં સૌથી પહેલાં ભગવાન ગણપતિને જ પૂજવાં જોઇએ.તેનાથી તમારી દરેક મનોકામનાઓ જલ્દી પુરી થાય છે અને બધાં દેવી- દેવતાંઓની કૃપા બની રહે છે.

ગજાનને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે.જેમની આરાધનાથી દરેક સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે અને સુખ- સમૃદ્ધિમાં વધારો થાય છે.કહે છે ને કે વિધ્ન હર્તાની મૂર્તિ અથવા ચિત્રમાં તેમનાં ડાબા હાથની તરફ સુંઢ વળેલી હોય તે વાતનું ધ્યાન રાખવું જોઇએ.પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે પંડિતો અને વાસ્તુવિદો્ દ્વારા ડાબાં હાથની તરફ વળેલી સુંઢવાળાં ગણેશ જ રાખવાં જોઇએ તેમ કે કહેવામાં આવે છે ?

આ માટે તો ગણેશને સમસ્ત પરિવારનાં દેવ માનવામાં આવે છે અને નિયમિત રૂપે જેમનાં દર્શનથી આપણી ઘણી સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે.

વાસ્તવમાં વાસ્તુ અને અન્ય શાસ્ત્રોનાં અનુસાર માનવામાં આવે છે કે જમણાં હાથની તરફ વળેલી સુંઢવાળા ગણપતિ હઠીલાં હોય છે અને તેમની આરાધનાં અને સાધનાં કઠણ હોય છે. તે બહુ જલ્દી પ્રસન્ન થતાં નથી. કારણ કે જમણાં હાથની સુંઢવાળાં ગણપતિને તંત્ર વિધિથી પૂજવાં કે મનાવવા વધારે સરળ હોય છે.તેમની પૂજન વિધી બહુ કઠણ હોય છે. આ માટે દક્ષિણ દિશાની તરફ સુંઢવાળા ગણેશજીની જગ્યાએ ડાબી બાજુની તરફ સુંઢવાળાં ગણેશજીનું પૂજન કરવામાં આવે છે.

શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરવો જોઇએ કે નહિ?

માન્યતા છે કે ભગવાન શિવે કોઇ પણ અવતાર નથી લીધો તે સાથે એવી પણ માન્યતા છે કે શિવજીને શિવલિંગનાં રૂપમાં પૂજન કરવાથી જન્મોનાં પાપનો નાશ થાય છે. ઘણાં લોકો નિયમિત રૂપથી શિવલિંગનું પૂજન અને આરાધના કરે છે તો અમુક લોકો નિયમિત રૂપથી મંદિર જઇ શિવલિંગને નૈવેધ અર્પણ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો તેને પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે.

મોટાભાગનાં લોકો શિવલિંગ પર ચઢાવેલાં પ્રસાદને ગ્રહણ કરતાં નથી કારણ કે તેમના મનમાં તે ભાવના હોય છે કે શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઇએ કે નહિ. શિવપુરાણ અનુસાર જે બહાર અને અંદરથી શુદ્ધ હોય, ઉત્તમ વ્રતનું પાલન કરનારો દરેક વ્યક્તિએ શિવજીને ચઢાવેલા પ્રસાદને જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.

શિવનાં નૈવેધને જોવાં માત્રથી જ ઘણાં દોષ દુર થઇ જાય છે.તેને જોવાથી કરોડો પુણ્ય આપણી અંદર આવી જાય છે.સ્ફટિક શિવલિંગ ,રત્નજડિત શિવલિંગ, કેસર નિર્મિત શિવલિંગ વગેરે કોઇપણ પ્રકારનાં શિવલિંગ પર નૈવેધ ચઢાવીને તેને ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા કરવાનું પાપ પણ નષ્ટ થઇ જાય છે આ માટે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.

કામ આડેની અડચણ દૂર કરો, આ મંત્રોથી કરો શિવધ્યાન

શ્રાવણમાં આ બીજમંત્રોથી શિવની મંત્રસ્તુતિનું ધ્યાન અડચણો દૂર કરશે.

શ્રાવણ મહિનામાં વરસાદની સિઝનમાં હરિયાળી અને હવા શરીરને આ સુંદર મોસમમાં શિવ ભક્તિ તનની સાથે મનને ઊંડો સુકૂન, સુખ અને ઊર્જા પ્રદાન કરે છે. શિવ ઉપાસનાના અનેક ઉપાયમાં શિવસ્તુતિ અને સ્ત્રોતોનો પાઠ શિવ ભક્તિના આનંદને વધારી દે છે.

શિવની દરેક સ્તુતિઓ અનેક પ્રકારની મનોકામનાઓને પૂરી કરનાર માનવામાં આવે છે. એમાંથી કેટલાક મંત્ર સ્તુતિઓને એટલા ચમત્કારી માનવામાં આવે છે કે જેનો વિશેષ પાઠ કરવાનું નહીં પણ સાંભળવાથી ઝડપથી અસંભવ લાગતી ઈચ્છાઓને પૂરી કરી દે છે. ખાસ કરીને આ ત્યારે વધુ અસરદાર બની જાય છે જ્યારે બધુ જ વિશેષ બીજમંત્રોની સાથે આ મંત્ર સ્તુતિની સાથે બોલવામાં આવે.

ભગવાન શિવની આવી જ એક મંત્ર સ્તુતિ છે. શિવ મહિમ્ર સ્ત્રોત. શિવનું દિવ્ય સ્વરૂપ અને અપાર શક્તિઓની મહિમાનું ગાન કરતો આ સ્ત્રોત નીચે બતાવેલ કેટલાક વિશેષ મંત્રોની સાથે શ્રાવણમાં જરૂર કરો. આ કાર્યમાં આવતી બધી અડચણોને દૂર કરશો.

-શ્રાવણમાં યથાસંભવ દરરોજ સ્નાન કર્યા બાદ શિવનો પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત, સફેદ ફૂલ, પ્રસાદ ચઢાવી શિવ મહિમ્ર સ્ત્રોતનો પાઠ કરો.

-આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે વિશેષ કરીને નીચે લખેલ બીજ મંત્રોનો શિવ મહિમ્ર સ્ત્રોતના મંત્રોની આગળ અને પાછળ લગાતાર બોલો. આગળ સીધા અને પાછળથી આ બીજમંત્રોને ઉલટી તરફથી બોલો. જેનાથી લોમ-વિલોમ પાઠના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર છે-

ऐ ह्रीं श्रीं हों जूं स:

-જાણકારી ન હોય ત્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સ્ત્રોતનો પાઠ કરો. જે પોતે કરવાથી વધુ પુણ્યદાયી અને કામનાપૂર્તિમાં ઝડપથી ફળદાયી માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં શિવપૂજા આટલી ચમત્કારિક કેમ?

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે...

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા.

આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું.

જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી.

માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે.

આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

શિવને અક્ષત અર્પણ કરો ને મેળવો ધનલક્ષ્મીની કૃપા

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુઃખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના.

ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. તેઓ નિરાકાર અને નિર્લેપ છે, પરંતુ તેઓ સંસારીઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમનો ક્રોધ પણ સંસારના કલ્યાણના હિતમાં જ હોય છે. પ્રાણીઓને જે કંઇ પણ મળ્યું છે તે તેમની કૃપાથી જ મળ્યું છે. તેમની કૃપાના બદલામાં આપણે માત્ર આપણું મન અને આપણી ભાવના જ તેમને સમર્પિત કરી શકીએ છીએ. દયાળુ ભોળાનાથ તો ફૂલ-પાન ચઢાવતા પણ પ્રસન્ન થઇ જાય છે.

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના. અન્ન અર્પણ કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે. જુદી-જુદી કામનાઓ માટે શિવને અલગ-અલગ અન્ન અર્પિત કરવા જોઇએ.

- સ્વચ્છ પાણીમાં સાતવાર ધોવામાં આવ્યા હોય તેવા અક્ષત એટલે કે આખા ચોખા શિવને અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

- સારી ગુણવત્તાવાળા ઘઉં ચઢાવવાથી સંતાન સંબંધિત મનોકામના પૂર્ણ થાય છે.

- સુખપ્રાપ્તિ માટે મગ અર્પણ કરવા.

શિવને આ વસ્તુઓ અર્પણ કરવાનો અર્થ છે ગરીબોને તૃપ્ત કરવા. આ કાર્ય દ્વારા મહાદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે.

કન્યાના સમયસર લગ્ન માટે, શ્રાવણના ગુરુવારે ઉપાય કરો



શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યા છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઉપાય-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

- દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

- ગુરુવારનું વ્રત રાખવું.

- પુખરાજ રત્ન ધારણ કરવું .


नागपंचमी: सौ साल बाद बन रहा है दुर्लभ शुभ योग


इस साल नागपंचमी पर्व बुधवार को हस्त नक्षत्र के साथ आ रहा है। इससे पहले 2008 में हस्त नक्षत्र पर नागपंचमी थी। इस साल पंचमी के पर्व पर 100 साल बाद विशेष संयोग बन रहा है।




इस विशेष संयोग का बनना ये इशारा करता है कि सभी राशि वालों को नागपंचमी पर होने वाली कालसर्प दोष की शांति और पूजा का पूरा फल मिलेगा। इस विशेष संयोग पर होने वाली पूजा का विशेष प्रभाव कुछ राशि वालों को मिलेगा। मेष, वृष, मिथुन, कर्क, कन्या, वृश्चिक और मीन राशि वाले इस दिन कालसर्प दोष की शांति करवाते हैं तो उन्हे इस पूजा का विशेष फल प्राप्त होगा।



क्यों विशेष है ये योग-




इस बार नागपंचमी के विशेष संयोग में सालों बाद पंचमी पर्व पर सिद्धि योग बन रहा है और सर्प नक्षत्र (अश£ेषा और मृगशिरा) में तीन बड़े ग्रह है इसके साथ ही गोचर में हस्त नक्षत्र में शनि और चंद्र एक साथ है। सूर्य अश्लेशा नक्षत्र में है। मंगल और केतु मृगशिरा नक्षत्र में है। गोचर में हस्त नक्षत्र में शनि और चंद्र की युति 30 साल बाद बन रही है।

किसी महिला या लड़की को पेटभर खाना खिलाएंगे तो...


आज अधिकांश घरों में पति-पत्नी के बीच लड़ाई झगड़े आम बात हो गई है। रोज छोटी-छोटी बातों पर घर में तू-तू, मैं-मैं होती हैं। ऐसे में पति और पत्नी दोनों को ही मानसिक तनाव झेलना पड़ता है। जिससे पारिवारिक स्थिति के साथ घर की आर्थिक स्थिति पर भी प्रतिकूल प्रभाव पड़ता है। इससे बचने के लिए दोनों को ही एक-दूसरे को समझने के प्रयास करने होंगे। ज्योतिष के अनुसार इन प्रयासों के साथ कुछ अन्य ज्योतिषीय उपाय भी करने चाहिए।

विवाह और वैवाहिक जीवन में सुख-दुख को सबसे अधिक गुरु ग्रह प्रभावित करता है। यदि पति या पत्नी दोनों में से किसी एक का भी गुरु अशुभ या बुरे स्थिति में हो तो उनका वैवाहिक जीवन तनाव से भरा रहता है। गुरु की स्थिति को सुधारने के लिए एक सटीक उपाय बताया गया है। प्रति गुरुवार यह उपाय अपनाएं। गुरुवार के दिन किसी गरीब को गेंहू एवं चने की दाल दान करने से या किसी सुहागन  स्त्री को भोजन कराने अथवा किसी कन्या को खाना खिलाने से पति-पत्नि के मध्य होने वाला विवाद समाप्त हो जाता है। यह भी नहीं कर पाएं तो शिवलिंग पर चने की दाल अर्पण करने से भी लाभ होता है। इन उपायों को अपनाने से निश्चित ही पति-पत्नी के बीच प्यार बढ़ेगा और आपसी झगड़ों से छुटकारा मिलेगा।

अगर सात दिनों में चाहिए कालसर्प और पितृ दोष से मुक्ति तो...

अगर आपकी कुंडली में पितृ दोष और कालसर्प जैसे बड़े दोष है तो आप सावन महीने में कुछ अचूक उपाय करें। श्रावण माह में सात दिनों तक  कुछ अचूक उपाय करें तो आपको कुंडली के इन बड़े दोषों से होने वाले नुकसान से जल्दी ही छुटकारा मिल जाएगा। सावन को पवित्र और शिव का महीना माना गया है। इस महीने में होने वाली शिव पूजा और उपायों से कई तरह के दोष और बाधाओं से मुक्ति मिल जाती है।

- प्रतिदिन इक्कीस माला ऊँ  नम: शिवाय मंत्र का जप करें।

- रोज भगवान शिव का जलाभिषेक करें।

- कालसर्पदोष निवारक यंत्र घर में स्थापित करें और सरसों के तेल का दीपक लगा कर नियमित पूजन करें।

- नाग के जोड़े चांदी के बनवाकर उन्हें तांबे के लौटे में रख बहते पानी में एक बार प्रवाहित कर दें।

- प्रतिदिन स्नान कर के नवनागस्तोत्र का पाठ करें।

- पितृ देवता को धूप दें।

- गरीब ब्राह्मण को चावल का दान दें।

- 10 वर्ष से कम उम्र की कन्याओं को सफेद मिठाई खिलाएं।

- रोज सुबह कच्चे दूध से शिवलिंग का अभिषेक करें।

Tuesday, 2 August 2011

શ્રાવણ માસમાં મંત્ર જાપ કરતાં પહેલાં આ 3 વાતો જાણો


શ્રાવણ માસ શિવની ઉપાસના કરવા માટે અને જીવનથી ભય, સંકટ, મુશ્કેલીઓને દુર કરવા માટેનો વિશેષ સમય ગણાય છે.

ધાર્મિક માન્યતા છે કે આ દરમિયાન શિવ ભક્તિમાં કરેલાં શિવ સ્ત્રોત,મંત્ર કે પૂજા વિધાન શુભ અને મનગમતા ફળ આપે છે.

આ વિશેષ અવસર પર શિવ ભક્તિ માટે શિવ મંત્રોનો જાપ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે પરંતુ મંત્ર જાપ માટે ભક્તિ અને આસ્થામાં ડુબેલો ભક્ત અમુક નાની- નાની વાતોનું ધ્યાન રાખે તો મનોકામના જલ્દી
પુરી થઇ શકે છે.જાણો,આવી જ ત્રણ વાતો -

- મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં શિવની મૂર્તિ કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને જળની ધારા અર્પણ કરો.

- મંત્ર જાપ ઉત્તર કે પૂર્વ દિશાની તરફ મોં રાખીને કરો.

- શિવ મંત્રોનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.આ માળા કામના સિદ્ઘિ માટે બહુ શુભ અને પ્રભાવી હોય છે.

શિવ ઉપાસના માટે આ વિશેષ કાળ અતિ સિદ્ધ મનાય છે


સનાતન ધર્મની માન્યતાઓમાં સંસારનાં પંચભુતો એટલે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે.આ પંચ તત્વ પણ કહેવાય છે.દરેક તત્વનો એક દેવતાં સ્વામી છે, જે પંચદેવોનાં રૂપમાં પૂજનીય છે.ભગવાન શિવ આ પાંચ તત્વોમાંથી એક પૃથ્વી તત્વનાં સ્વામી માનવામાં આવે છે.આ જ કારણ છે કે સાંસારિક સુખો માટે અને ઇચ્છા પુર્તિ માટે ભગવાન શંકરની ઉપાસનાનું મહત્વ છે.

શાસ્ત્રો પ્રમાણે શિવલિંગ રાતનાં સમયે પ્રગટ થયું. આ માટે રાતનાં સમયે શિવ સાધના બહુ અસરકારક માનવામાં આવી છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને તેની સાથે જોડાયેલી નવરાત્રિ કાળ મનોરથ અને ઇષ્ટ સિદ્ધિ માટે બહુ પ્રભાવી માનવામાં આવે છે.

જો તમારા ઇષ્ટ દેવ પણ ભગવાન શિવ હોય અને જો તમે પણ સુખ, શાંતિ અને સફળતાની ઇચ્છા રાખતાં હોવ તો શ્રાવણ માસનાં આ વિશેષ કાળમાં શિવ ઉપાસના આ ઉપાયો અપનાવો. જેનો શુભ પ્રભાવથી તમે તમારાં જીવનમાં પોતે જ જોઇ શકશો.

- શ્રાવણ માસમાં સોમવારની રાતે, શ્રાવણનાં કોઇપણ વારની રાતે કે શિવરાત્રિ એ લગભગ 10 વાગે થી 2 વાગેની વચ્ચે કોઇપણ નદી કિનારે કે તીર્થ સ્થાને અથવા તો કોઇપણ સુરક્ષિત અને એકાંત વાળી જગ્યાઅ ઇશાન દિશા એટલે કે ઉત્તર – પૂર્વ દિશામાં મોં રાખીને શિવનાં પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय મંત્રનો જાપ કરો.

- આ મંત્રનો વધારેમાં વધારે જાપ કરો.

- આ મંત્ર જાપ દરમિયાન પગને નદી કે તીર્થનાં જળમાં રાખવાં એ ઇષ્ટસિદ્ધિનાં દ્રષ્ટિકોણથી બહુ જ અસરકારક માનવામાં આવે છે.

આ શિવ સાધના શ્રાવણ માસ કે શિવ નવરાત્રિ સિવાય યથાશક્તિ પ્રમાણે કરી શકાય છે.

શ્રાવણ, નિરોગી અને લાંબુ જીવન જીવવા કરો મંત્ર જાપ

ભગાવન શિવની ઉપાસના કરવાથી બધી મનોકામના પૂરી થઈ જાય છે. ત્યાં સુધી કે મૃત્યુને પણ હરાવી શકાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શ્રાવણમાં કરવામાં આવતી શિવપૂજા વિશેષ ફળદાયી હોય છે. શ્રાવણ મહિનામાં જે લોકો શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. તેઓ દીર્ધાયું તથા નિરોગી જીવન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધુ બીમાર હોય કે મરણાસન્ન સ્થિતિમાં હોય અને તેની સામે આ મંત્ર જાપ કરીએ તો તેની બચવાની સંભાવના ઘણી વધી જાય છે.

મહામૃત્યુંજય મંત્રઃ-

ऊँ हौं जूं स: ऊँ भूर्भुव: स्व: ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम

उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ऊँ स्व: भूर्भुव: ऊँ स: जूं हौं ऊँ

કેવી રીતે કરશો ઉપાયઃ-


શ્રાવણમાં દરરોજ સવારે વહેલા ઊઠી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ એકાંતમાં કુશના આસન ઉપર બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્ર જાપ કરો. આ મંત્રની દરરોજ 5 માળા જાપ કરવાથી દરેક વિપત્તિઓનો નાશ થઈ જાય છે. સાધક દીર્ધાયુ તથા નિરોગી બને છે. જો તમે પણ સમય, સ્થાન, આસાન, તથા માળા એક જ હોય તો આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.
 

શિવ પોતાનાં શરીર પર ભસ્મ કેમ લગાડે છે?


ભગવાન શિવ અદભુત અને અવિનાશી છે.શિવથી વિશેષ સંસારમાં બીજું કોઇપણ સત્ય નથી. ભગવાન શિવ જેટલા સરળ છે તેટલા રહસ્મય પણ છે.તેમની રહેણી- કરણી, આવાસ, ગણ વગેરે દેવતાઓથી તદન ભિન્ન છે.

આપણાં ધર્મ શાસ્ત્રોમાં દેવી- દેવતાઓને જ્યાં વસ્ત્રાભુષણોથી સુસજ્જ બતાવ્યાં છે ત્યાં માત્ર ભગવાન શિવ શંકરને માત્ર મૃગ ચર્મ લપેટેલા અને ભસ્મ લગાડેલા બતાવવામાં આવ્યા છે.ભસ્મ શિવનું પ્રમુખ વસ્ત્ર પણ છે કારણ કે શિવનું આખું શરીર ભસ્મથી ઢંકાયેલુ રહે છે. તે જ રીતે સંતોનું પણ એક પ્રમુખ વસ્ત્ર છે – ભસ્મ. અઘોરી, સંન્યાસી અને અન્ય સાધુઓ પણ પોતાનાં શરીર પર ભસ્મ લગાડે છે.શિવનાં ભસ્મ લગાડવા પાછળ પણ અમુક વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક કારણ પણ છે.

ભસ્મની એક વિશેષતા હોય છે જે શરીરનાં રોમ છિદ્રોને બંધ કરી દે છે.તેમનું મુખ્ય ગુણ છે જે શરીર પર લગાડવાથી ગરમી માં ગરમી અને શરદીમાં શરદી લાગતી નથી.ભસ્મ ત્વચાં સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે.ભસ્મી ધારણ કરનાર શિવ એ પણ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ અનુસાર પોતાની જાતને ઢાળવી મનુષ્યનો સૌથી મોટો ગુણ છે.

શું છે શિવની ત્રીજી આંખનું રહસ્ય?





ભગવાન શિવ પોતાનાં કર્મોથી તો અદભુત છે જ,પણ તે સાથે તેમનાં સ્વરૂપ પણ રહસ્યમય છે.જો તે ભક્તથી પ્રસન્ન થઇ જાય તો તે પોતાનું ધામ તેમને આપી દે અને જો તેમને ગુસ્સો આવે તો તેમનું ધામ પણ છીનવી લે.

શિવ અનોખાપણાં અને વિચિત્રતાઓનો ભંડાર છે.શિવની ત્રીજી આંખ પણ એવી જ છે.ધર્મશાસ્ત્રો અનુસાર દરેક દેવી દેવતાંઓનાં બે આંખો છે પણ શિવને ત્રણ આંખો છે.

ખરેખર શિવની ત્રીજી આંખ પ્રતીકાત્મક નેત્ર છે.આંખોનું કામ હોય છે રસ્તો દેખાડવું અને રસ્તામાં આવનારી મુશ્કેલીઓથી સાવધ રહેવું. જીવનમાં ઘણીવાર એવા સંકટ આવે છે કે જેને આપણે પોતાની આંખોથી જોઇ શકતાં નથી.આવાં સમયમાં વિવેક અને ધીરજ જ એક સાચાં માર્ગદર્શકનાં રૂપમાં આપણને સાચાં – ખોટાની ઓળખાણ કરાવે છે. આ વિવેક અંત: પ્રેરણાનાં રૂપમાં આપણાં અંદર જ રહે છે. બસ ,જરૂર છે ખાલી તેને જગાડવાની.

ભગવાન શિવનું ત્રીજુ નેત્ર આજ્ઞાચક્રનું સ્થાન છે.આ આજ્ઞાચક્ર જ વિવેકબુદ્ધિનો સ્ત્રોત છે

કયો રૂદ્રાક્ષ કયા મંત્ર સાથે ધારણ કરશો?


રૂદ્રાક્ષ ચૌદ પ્રકારનાં હોય છે.શાસ્ત્રોમાં લખેલું છે કે રૂદ્રાક્ષને ધારણ કરનારા વ્યક્તિને જોઇને ખરાબ આત્માઓ ભાગી જાય છે તથા શિવ, પાર્વતી, વિષ્ણુ, ગણેશ, સૂર્ય, દુર્ગા વગેરે દેવ- દેલવી પણ પ્રસન્ન થાય છે.શાસ્ત્રોમાં વર્ણિત ચૌદ પ્રકારનાં રૂદ્રાક્ષ અલગ- અલગ પ્રકારનાં ફળ આપનારાં હોય છે.શિવ મહાપુરાણની વિધેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષને ધારણ કરવાનાં મંત્રોનાં ઉલ્લેખ છે જે આ પ્રકારે છે -



પ્રકાર મંત્ર


એકમુખી ऊँ ह्रीं नम:।

દ્રિમુખી ऊँ नम:।

ત્રણ મુખી ऊँ क्लीं नम:।

ચાર મુખી ऊँ ह्रीं नम:।

પાંચ મુખી ऊँ ह्रीं नम:।

છ મુખી ऊँ ह्रीं हुं नम:।

સાતમુખી ऊँ हुं नम:।

આઠ મુખી ऊँ हुं नम:।

નવ મુખી ऊँ ह्रीं हुं नम:।

દસ મુખી ऊँ ह्रीं नम:।

અગિયાર મુખી ऊँ ह्रीं हुं नम:।

બાર મુખી ऊं क्रौं क्षौं रौं नम:।

તેર મુખી ऊँ ह्रीं नम:।

ચૌદમુખી ऊँ नम:।

બુધવારે ગણેશના 12 નામ મંત્રસ્તુતિથી, દરેક પગલે સફળતા મળશે




ધર્મગ્રંથ ભગવાન ગણેશને સંકટનાશક, વિઘ્નહર્તા સ્વરૂપ શક્તિઓ અને ગુણોની મહિમાના ગાન કરે છે. વાસ્તવમાં શ્રીગણેશની ઉપાસનાથી પ્રાપ્ત થતા ફળ જીવનમાં એ વાતોનું મહત્વ અને ઉપયોગિતાને સમજવા અને અપનાવવા ઉપર જોર આપે છે, જેમાં બુદ્ધિ, કર્મ, જ્ઞાન અને પુરુષાર્થ મુખ્ય છે.

આ બધા જીવનમાં દરેક સંકટ દૂર કરી ડગલેને પગલે સફળતા ઝોળીમાં નાખે છે. જો તમે પણ એવી જ સફળતા જીવનમાં મેળવવામાં માંગો છો તો શ્રાવણ મહિના અને બુધવારના શુભ યોગમાં અહીં બતાવેલ ભગવાન ગણેશની પ્રસિદ્ધ મંત્ર સ્તુતિ નીચે બતાવેલ આસાન વિધિથી કરી મનોરથ સિદ્ધ કરો...

-સ્નાન પછી દેવાલયમાં ભગવાન ગણેશનું ધ્યાન કરી શ્રીગણેશ મૂર્તિ કે તસ્વીર ઉપર સિંદૂર, ચંદન, અક્ષત, ફૂલ અને 21 દૂર્વા દળની સાથે મોદક, મિઠાઈ કે કોઈ ફળનો ભોગ લગાવો. દૂર્વા ચઢાવતી વખતે નીચે લખેલ મંત્ર બોલો...

दूर्वाङ्कुरान् सुहरितानमृतान् मङ्गलप्रदान्।

आनीतांस्तव पूजार्थं गृहाण गणनायक।।

ત્યારબાદ નીચે લખેસલ 12 નામ મંત્રોના સ્મરણ શ્રીંકષ્ટનાશકગણેશસ્ત્રોત્રમ બોલો અને શ્રીગણેશની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરો....

प्रणम्यं शिरसा देव गौरीपुत्रं विनायकम्।

भक्तावासं स्मरेनित्यमायुष्कामार्थसिद्धये।1।

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम्।

तृतीयं कृष्णं पिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्।2।

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ।3।

नवमं भलाचन्द्रं च दशमं तु विनायकम्।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम्।4।

द्वादशैतानि नामानि त्रिसंध्यं य: पठेन्नर:।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम्।5।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम्।

पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् ।6।

जपेद् गणपतिस्तोत्रं षडभिर्मासै: फलं लभेत्।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय: ।7।

अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य: समर्पयेत्।

तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादत:।8।

તમારા દામ્પત્ય જીવનમાંથી તણાવને દુર કરશે આ ઉપાય

મોટાભાગનાં ઘરોમાં આજે પતિ- પત્ની વચ્ચેની નોંક –ઝોક સામાન્ય વાત થતી જાય છે. નાની- નાની વાતોમાં તુતું- મૈ-મૈ હોય છે.આવામાં ઘણીવાર પતિ અને પત્ની બન્નેએ માનસિક તણાવ વેઠવો પડે છે.આવાં માનસિક તણાવને કારણે પારિવારિક સ્થિતિની સાથે ઘરની આર્થિક સ્થિતિ પર પણ તેનો પ્રતિકૂળ પ્રભાવ પડે છે.આમ તો, કોઇપણ દંપતી વચ્ચેનાં ઝઘડાં એ પારસ્પપરિક સમજણથી ઉકેલી શકાય છે. પરંતુ જ્યોતિષ અનુસાર આ પ્રયાસોની સાથે અમુક જ્યોતિષિય ઉપાય પણ કરવાં જોઇએ.

લગ્ન અને વૈવાહિક જીવનમાં સુખ-દુ:ખને સૌથી વધારે ગુરૂ ગ્રહ પ્રભાવિત કરે છે.જો પતિ કે પત્ની બન્નેમાંથી જો કોઇ એક જણનો ગુરૂ ખરાબ સ્થિતિમાં હોય તો તેવાં લોકોનું વૈવાહિક જીવન તણાવ ભરેલું રહે છે. ગુરૂની સ્થિતિ સુધારવા માટે એક સટીક ઉપાય પણ આપવામાં આવ્યો છે.દર ગુરૂવારે આ ઉપાય અપનાવો જેનાથી લગ્નજીવનમાં સુખ અને શાંતિ રહે.

ગુરૂવારનાં દિવસે કોઇ પણ ગરીબને ઘઉં કે ચણાની દાળ દાન કરવાથી કે કોઇ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવવાથી અથવાં તો કન્યાને ભોજન કરાવવાથી પતિ- પત્નીનાં વચ્ચે થતાં વિવાદ સમાપ્ત થાય છે.જો તમારા માટે આ ઉપાય કરવાં પણ સંભવ ના હોય તો શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરવાથી પણ લાભ થશે .આ ઉપાયોને અપનાવવાથી નિશ્ચિત જ પતિ- પત્ની વચ્ચેનો પ્રેમ વધશે અને પારસ્પરિક ઝઘડામાંથી છુટકારો મળશે.

શ્રાવણ : આ મંત્રથી વધવા લાગશે આવક

શ્રાવણ : આ મંત્રથી વધવા લાગશે આવક

વધતી મોંઘવારીની સામે આવકનો એનો એ જ સ્ત્રોતને કારણે ઘણાં પરિવારોને આર્થિક તંગી વેઠવી પડે છે.આવામાં લોકો માટે જીવન પસાર કેવી રીતે કરવું તે મુશ્કેલી બની જાય છે.નીચે લખેલા શિવ મંત્રનો વિધિ- વિધાનથી જાપ કરવાથી તમારી આવક વધવાં લાગશે અને ઘરમાં સુખ- શાંતિ જળવાઇ રહેશે.શ્રાવણમાં આ મંત્રનો જાપ અત્યંત લાભદાયી મનાય છે.



મંત્રऊँ श्रीं शिवत्वं श्रीं ऊँ

જપ વિધિ

- સવારે જલ્દી ઉઠીને એક પીળા કાગળ પર પાંચ કમળ બીજ અને પાંચ લાલ ફુલોને રાખીને તથા કમળનાં ફૂલથી આ મંત્ર 21 વાર કંકુથી લખો.

- તેનાં પછી કમલગટ્ટાની માળાથી આ મંત્રની ઓછામાં ઓછી 5 માળાનો જાપ કરો.

- તેનાં પછી આ કાગળ પર કમળનાં બીજ અને ફૂલોને લપેટીને રાતનાં સમયે ત્રણ રસ્તાં પર નાખી દો.

આ રીતે જલ્દી તમારી આવકનો સ્ત્રોત જ સ્થાયી થશે અને તેમાં વધારો જોવા મળશે.

શ્રાવણમાં કરો આખી પેઢીને ધનવાન બનાવવાનો ઉપાય

શ્રાવણમાં કરો આખી પેઢીને ધનવાન બનાવવાનો ઉપાય

આપણા ધર્મશાસ્ત્રમાં જીવનની દરેક પરેશાનીઓના ઉકેલના ઉપાય બતાવવામાં આવ્યા છે તેમ છતાં આપણે આ પરેશાનીઓના નિદાન માટે આમ તેમ ભટકતા રહીએ છીએ. વર્તમાન સમયમાં સૌથી વધુ સમસ્યા જો કોઈ હોય તો તે છે ધનને લગતી સમસ્યા. માણસ જીવનભર રૂપિયા કમાવા માટે ભાગદોડ કરતો રહે છે પરંતુ તેમ છતાં તે તેમાં સફળ થતો નથી. ધનને લગતી સમસ્યાના નિદાન માટે શિવપુરાણમાં અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય આ પણ છે...

ઉપાયઃ-

શિવપુરાણ પ્રમાણે જે વ્યક્તિ બીલી વૃક્ષની જડની થડની નીચે દૂધ, ઘી તથા અન્ન ચઢાવી શિવ ભક્તને દાન કરે છે. તે તથા તેની આવનાર પેઢીમાં કોઈ જ દરિદ્ર નથી રહેતું. આ ઉપાય શ્રાવણમાં કરવામાં આવે તે ખૂબ જ સારું પરિણામ આવે છે.

આ ઉપાય પૂરી શ્રદ્ધાથી વિધિ-વિધાન પૂર્વક કરવામાં આવે તો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને પૂજા કરનાર વ્યક્તિની પેઢીમાં કોઈ ગરીબ રહેતુ નથી.