નવરાત્રિ દેવી દુર્ગાની આરાધનાનો પર્વ છે. નવરાત્રિમાં બધા લોકો માતા દુર્ગાની મૂર્તિ લાવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરે છે. કેટલાક લોકો માતાજીનો ફોટો લાવે છે પરંતુ આ બધુ કરતા પહેલા એક વાતને ધ્યાન રાખો કે માતાજીની મૂર્તિ ઘરમાં ક્યાં સ્થાપિત કરવી અને કંઈ દિશામાં ફોટો લગાવો? જો વાસ્તુ પ્રમાણે આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ, કલેશ થવા લાગે છે અને ધીરે-ધીરે લક્ષ્મીજી તે ઘરમાંથી ચાલી જાય છે.
જાણો કંઈ વાતનું ધ્યાન રાખશો અને શા માટે?
-ઘરમાં માતાજીની મૂર્તિ એવી જગ્યાએ રાખો જ્યાં પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.
-પૂજા ઘરમાં એવી જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરો જે ઘરના ઈશાન ખૂણામાં હોય.
-પૂર્વ દિશામાં મૂર્તિ એવી મૂર્તિ રાખો કે જેનું મુખ પશ્ચિમ દિશામાં હોય.
-દુર્ગાજીની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકો છો.
-માતા કાલીની મૂર્તિ ઘરમાં લાવવાથી બચવું. જો લાવ્યા હોવ તો ઉત્તર દિશામાં રાખો.
-ઉત્તર દિશાની દિવાલ ઉપર કાલિકા માતાનો ફોટો લગાવો તો તમારા ઘરના રોગો અને દરેક પ્રકારના દોષો દૂર થઈ જશે.
-માતા દુર્ગાની અષ્ટભૂજાવાળી તસ્વીર પૂર્વ દિશામાં રાખો તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ વધશે.
-દુર્ગા દેવીના ત્રણેય સ્વરૂપોની તસ્વીર ઈશાન ખૂણામાં લાગવો પરંતુ ધ્યાન રાખવું કે મૂર્તિ ઉપર ફોટો ન લગાવો.
-માતાજીની મૂર્તિથી ઉપર પૂર્વજોના ફોટા ન રાખવા.
No comments:
Post a Comment