જીવનમાં અનેક તબક્કે એવો ખરાબ સમય આવી જાય છે ત્યારે તેમાંથી બહાર આવવું મુશ્કેલ જ નહીં અસંભવ જેવું લાગવા લાગે છે. પરંતુ સત્ય તો એ છે કે માણસ શરીર અસીમ શક્તિનો ભંડાર છે. એટલા માટે એવા વિકટ સમયમાં તે વિચલિત થયા વગર સહજતાથી તે શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરે તો તે સબળ બનીને પાછો ઊભો થઈ શકે છે.
એવી શક્તિ સંચય માટે જ હિન્દુ ધર્મમાં નવમી તિથિ ઉપર આદિશક્તિનું સ્મરણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ગણેશ પૂજાના વિશેષ કાળમાં દેવી મંત્રોનું ધ્યાન તો મનચાહી કામના સિદ્ધિમાં અસરદાર બતાવવામાં આવ્યું છે. કારણ કે શ્રીગણેશ પણ આદિશક્તિ સ્વરૂપ માતા પાર્વતીના જ પુત્ર છે.
નવમી તિથિની સાંજે ગણેશ પૂજાની સાથે જ દેવીની પંચોપચાર પૂજામાં ચંદન, અક્ષત, ફૂલ, વસ્ત્ર અને ભોગમાં મઘ અને હલવાનો ભોગ લગાવો. ધૂપ, દીપ પ્રગટાવી નીચે બતાવેલ મંત્રોની સ્ફટિકની માળાથી વધુમાં વધુ વાર, યથાશક્તિ 108 વાર જરૂર સ્મરણ કરો.
सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते।।
शरणागतदीनार्त परित्राणपरायणे।
सर्वस्यार्तिहरे देवि नारायणी नमोस्तुते।।
-મંત્ર સ્મરણ પછી દેવી આરતી કરી પ્રસાદ ગ્રહણ કરવાથી દરેક શક્તિ અને વિવેક પ્રદાન કરનાર માનવામાં આવે છે. જેનાથી કોઈ પણ પ્રકારનો ખરાબ સમયમાંથી બહાર આપવું ખૂબ જ સહેલુ બની જાય છે.
No comments:
Post a Comment