કુંડળીમાં મંગળ એ ત્રીજા, છઠ્ઠા અને દસમા ઘરનો કારક ગ્રહ છે. તેનો રંગ લાલ છે. આપણી રોજિંદી વસ્તુઓ પર તો મંગળનો પ્રભાવ તો હોય જ છે તે સાથે ખાવાની વસ્તુઓ પર પણ તેનો પ્રભાવ રહે છે.મંગળનો પ્રભાવ પણ તેવી વસ્તુઓ પર હોય છે. મંગળનો પ્રભાવ એવી વસ્તુઓ પર હોય છે જેની પ્રકૃતિ મંગળની જેમ જ ઉત્તેજક હોય છે.
મંગળથી પ્રભાવિત ભોજ્ય પદાર્થ દાડમ, ગાજર, મઠ, બીટ, ટામેટા, લવિંગ, મસુર, લાલ મકાઈ વગેરે છે. આવી વસ્તુઓનું દાન કરવાથી મંગળ દેવને પ્રસન્ન થાય છે. આ દાન આપવાની સાથે જો તેનું આ વસ્તુઓને જો આપણાં આહારમાં પણ લઇએ તો મંગળદેવની કૃપા બની રહે છે. આપણા શરીરમાં લોહીનો કારક ગ્રહ પણ મંગળ હોય છે. જો મંગળની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહી સંબંધી દોષોથી મુક્તિ મળે છે.મઠને અંકુરિત કરીને રોજ સવારે કાચા ચાવી જવાથી શરીરમાંના લોહીનાં લાલ કણોની વૃદ્ધિ થાય છે. શિયાળામાં મકાઇની રોટલી ખાઓ. બદામને પલાળીને રોજ સવારે ખાવાથી બળ વધે છે. જો તમે મંગળની વસ્તુઓ ખાવ તો મંગળ એવો જ પ્રભાવ કરશે જેમ કુંડળીમાં ઉચ્ચ રાશિની સાથે સ્થિત થઇને કરે છે.
No comments:
Post a Comment