શિવલીંગની પૂજા મનમાંથી કલેશ દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધારે છે. દરેક દેવ પૂજા સમાન શિવલીંગ પૂજામાં શ્રદ્ધા અને આસ્થા મહત્વના છે. પરંતુ તેની સાથે શાસ્ત્રોમાં વિધાન અનુસાર શિવલીંગ પૂજા શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ નિયમો પ્રમાણે શિવલીંગ પૂજાનો સમય ભક્તના પૂજા સ્થાન પર નિર્ભર કરે છે. શિવલીંગના પૂજાનો સમય દિશા અને સ્થાન પર કામનાઓ પૂરી કરવા માટે દ્રષ્ટિથી વિશેષ ફળદાયી છે.
- જ્યાં શિવલીંગની સ્થાપ્ના કરવામાં આવી હોય તેની પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને ના બેસવું. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય છે. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય અને ધાર્મિક દ્રષ્ટિથી દેવ મૂર્તિની સામે બેસવું યોગ્ય નથી.
- શિવલીંગની ઉત્તર દિશામાં ન બેસવું. કેમકે એ દિશામાં ભગવાન શંકરનું જમણું અંગ બિરાજમાન હોય છે. જે શક્તિરુપી દેવી ઉમાનું સ્થાન છે.
- પૂજા દરમ્યાન શિવલીંગની પશ્ચિમ દિશા તરફ ન બેસવું કેમ કે તે ભગવાન શંકરની પીઠ માનવામાં આવે છે.
- જો પૂજાનું સ્થળ યોગ્ય હોય તો હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું. એ દિશામાં પૂજાફળ અને ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરળ અર્થમાં શિવલીંગની પૂજા દક્ષિણ દિશા તરફ રાખીને બેસવું અને ઉત્તર દિશા તરફ મોં રાખીને પૂજા કરવાથી અભિષેક શીધ્ર ફળ આપનારું છે. એટલા માટે ઉજ્જૈન દક્ષિણામુખી મહાકાલ અને અન્ય દક્ષિણામુખી શિવલીંગ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે.
શિવલીંગ પૂજામાં યોગ્ય દિશામાં બેસવાથી ભક્તને ભસ્મ કે ત્રિપુન્ડ લગાવવું અને રુદ્રાક્ષની માળા પહેરાવવી તથી બિલિપત્ર ચઢાવવું યોગ્ય છે. જો ભસ્મ ઉપલબ્ધ ન હોય તો માટીથી મસ્તક પર ત્રિપુન્ડ લગાવવાનું મહત્વ વિધાનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment